Pages

Search This Website

Friday, January 14, 2022

કોરોના ગુજરાત LIVE

 રાજ્યમાં હાલ કોરોનાની ત્રીજી લહેર બેકાબૂ બની ગઈ છે. મહામારીને નાથવા માટે સરકાર દરરોજ કોરોનાના કેસો, ટેસ્ટિંગ અને વેક્સિનેશનનું મોનિટરિંગ કરી રહી છે તેમજ નિયંત્રણો પણ કડક કરવા લાગી છે. 

કચ્છ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં રવિવારે કોરોનાના નવા 157 કેસ સામે આવ્યાં છે. જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી કોરોનાન નવા 100થી વધુ કેસ સામે આવી રહ્યા હતા. જોકે, શનિવારે કેસ ઘટીને 87 થયા હતા. જે બાદ રવિવારે ફરી કેસ 100 ઉપર નોંધાયા હતા. જિલ્લામાં વધુ 157 લોકો સંક્રમિત થવાની સાથે 89 દર્દીઓ સાજા થયા હતા.

રવિવારે શહેરોમાં સૌથી વધુ ભુજમાં 44, ગાંધીધામ 31, મુન્દ્રા 13, અંજાર 12 ભચાઉ 6, માંડવી 1, અને રાપરમાં 3 તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભુજ તાલુકામાં સોથી વધુ 20 લોકો સંક્રમિત થયા હતા.

ગામડામાં સુખપર 9, મેઘપર બો. 6, નખત્રાણા 6, માધાપર 4, કુકમા 2, ઢોરી 2, રતનાલ 2, ઉપરાંત નાગલપર મોટી, ભીમાસર (ચ), સતાપર, માથક, મીઠા પસવારિયા, વરસામેડી, ભુજોડી, ધોરડો, માનકુવા, સામખિયાળી, નિરોણા, રસલિયા, નાના કપાયા, સિરાચા, સમાઘોઘાા, ફતેહગઢ, ભીમાસર ભૂટકિયા, પલાંસવામાં 1-1 દર્દી કોરોના સંક્રમિત થયા હતા. ગામડામાં 47 અને શહેરોમાં 110 મળી 157 કેસ નોંધાયા હતા. રવિવારે 89 દર્દીઓ સાજા થતાં સક્રીય કેસનો આંક 695 પર પહોંચ્યો છે.

સૌકોઈ છેલ્લા બે દિવસથી નવી ગાઇડલાઇન્સની રાહમાં છે ત્યારે આજે છેલ્લા દિવસે નવી SOP જાહેર થવાની પ્રબળ શક્યતા છે તેમજ આજથી 7 દિવસ સુધી એટલે કે 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવશે.


મિત્રો આ ન્યૂઝ સાચી છે  તેના માટે નીચે એક તમારા માટે ક્રેડિટ લિંક પણ આપેલ છે અને તે માંથી તમને આ ન્યૂઝ સાચી છે ખબર  પડી જશે 

Credit link 


Credit link 


નવી ગાઇડલાઇન્સમાં જ્યાં કેસો વધી રહ્યા હોય એવાં શહેરોનો પણ નાઇટ કર્ફ્યૂમાં ઉમેરો કરવામાં આવી શકે છે. એની સાથે સાથે નાઇટ કર્ફ્યૂનો સમય પણ 10થી 6ને બદલે 9થી 6 વાગ્યાનો કરવામાં આવે એવી પૂરી શક્યતા છે. બીજી લહેરમાં 2000 કેસ આવવા લાગતાં જ 4 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદી દીધો હતો, જ્યારે ત્રીજી લહેરમાં હવે 10 હજાર જેટલા કેસ આવી રહ્યા હોવાથી નાઇટ કર્ફ્યૂ રાત્રે 9થી સવારના 6 વાગ્યાનો થવાની શક્યતા છે.

ત્રીજી લહેરની પીક તૂટવાની તૈયારી
ઉત્તરાયણને પગલે ટેસ્ટિંગ કરાવનારા લોકોની સંખ્યા ઘટી હોય, જેને કારણે 14 જાન્યુઆરીએ 10019 કેસ નોંધાયા હતા, પરંતુ હવે કેસોમાં મોટો ઉછાળો આવી શકે છે. માત્ર એટલું જ નહીં, જો હવે 14,300થી વધુ કેસ નોંધાશે તો બીજી લહેરની પીક પણ તૂટી જશે.

10 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ- રાત્રે 10થી સવારે 6 સુધી
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર તથા હવે આણંદ અને નડિયાદમાં પણ રાત્રિ કર્ફ્યૂનો અમલ થશે.

 • સ્કૂલ-કોલેજ અને પરીક્ષાઓ વિશે: ધોરણ 1થી 9 સુધીની સ્કૂલોમાં આગામી 31 જાન્યુઆરી સુધી માત્ર ઑનલાઇન વર્ગો યોજાશે. ઑફલાઇન શિક્ષણ સદંતર બંધ રહેશે. સ્કૂલ, કોલેજની પરીક્ષાઓ કે ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇન્સના કડક પાલન સાથે એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) સાથે યોજી શકાશે.
 • સ્પોર્ટ્સ સ્ટેડિયમ/રમતગમતની ઇવેન્ટ: પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના મેચ કે સ્પર્ધા યોજી શકાશે.

 • તારીખકેસડિસ્ચાર્જમોત
  1 જાન્યુઆરી10691031
  2 જાન્યુઆરી9681411
  3 જાન્યુઆરી12591513
  4 જાન્યુઆરી22652402
  5 જાન્યુઆરી33502361
  6 જાન્યુઆરી42138301
  7 જાન્યુઆરી539611581
  8 જાન્યુઆરી567713590
  9 જાન્યુઆરી627512630
  10 જાન્યુઆરી609715392
  11 જાન્યુઆરી747627043
  12 જાન્યુઆરી994134494
  13 જાન્યુઆરી1117642855
  14 જાન્યુઆરી1001948312
  કુલ751812228926

અન્ય સમાચારો પણ છે...