share this

Thursday, April 8, 2021

ગુજરાતમાં કરર્ફ્યુ કે લૉકડાઉન લાગશે, નીતિન પટેલે શું આપ્યો જવાબ





ગાંધીનગર: મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમણ વધતા વિકેન્ડ કરર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકડાઉન કે કરફ્યુ અંગે જવાબ આપ્યો છે.


નીતિન પટેલે કહ્યુ કે, “અત્યારે તો અમે નિર્ણય કર્યો છે તે પ્રમાણે રાત્રિ કરફ્યુનો અમલ ચાલુ થઇ ગયો છે. બીજી બધી વ્યવસ્થા પણ અમલમાં મુકી છે. સ્કૂલોને પણ બંધ કરી દેવામાં આવી છે, જાહેર મેળાવડા, રાજકીય સમારંભ, ધાર્મિક સમારંભો ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. માસ્ક ફરજિયાત લગાવવા અને માસ્ક ના પહેરનાર સામે કડક કાર્યવાહી કરવા માટે ગૃહ વિભાગને અમલવારી કરવા માટે કહેવામાં આવ્યુ છે.”

20 શહેરોમાં લાગુ છે રાત્રિ કરર્ફ્યુ


અમદાવાદ સહિતના 20 શહેરોમાં કોરોના સંક્રમણના કેસ વધતા રાત્રિ કરર્ફ્યુ લાગુ કરવામાં આવ્યુ છે. આ કરર્ફ્યુ 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. ગુજરાતના કેટલાક નગરોમાં કોરોનાના કેસ વધતા સ્વૈચ્છિક લોકડાઉન પણ આપવામાં આવી રહ્યુ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર,જૂનાગઢ, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીમાં રાત્રિ કરર્ફ્યુ લગાવવામાં આવ્યુ છે.

સાથે સાથે લગ્ન પ્રસંગમાં માત્ર 100 મહેમાનોને પરવાનગી આપવામાં આવી છે. 30મી સુધી દર શનિવારે સરકારી ઓફિસો પણ બંધ રહેશે. રાજ્યમાં રાજકીય તેમજ સામાજિક કાર્યક્રમો તથા મેળાવડા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમજ તમામ મોટા કાર્યક્રમને બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.


ગુજરાત હાઇકોર્ટે 3-4 દિવસ કરર્ફ્યુ લગાવવાનો આદેશ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે વિકેન્ડ કરર્ફ્યુ મુદ્દે જરૂરી નિર્ણય લેવા ટકોર કરી હતી તેમજ રાજકીય કાર્યક્રમો પર અંકુશ મુકવા આદેશ કર્યો હતો.
Comments