share this

Monday, March 1, 2021

મિની ઇલેક્ટ્રિક કાર ‘સ્ટ્રોમ R3’ સિંગલ ચાર્જમાં 200 કિમી ચાલશે


મુંબઈની સ્ટાર્ટઅપ કંપની સ્ટ્રોમ (Strom) મોટર્સે પોતાની મિની ઇલેક્ટ્રિક કાર સ્ટ્રોમ R3નું પ્રિ-બુકિંગ શરૂ કરી દીધું છે. તેને 10 હજાર રૂપિયામાં બુક કરી શકાશે. કંપનીએ હાલ તેની કિંમતની જાહેરાત કરી નથી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં છે કે, આ દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર બની શકે છે.


સ્ટ્રોમ R3 બે દરવાજા અને ત્રણ પૈડાવાળી કાર છે. તેમાં પાછળ એક અને આગળ બે વ્હીલ છે. આ ખાસ કરીને મુંબઈ, દિલ્હી અને બેગલુરુ જેવા શહેરોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. મસ્ક્યુલર લુક આપવા માટે કંપનીએ તેમાં નાનું બોનેટ, એક મોટી બ્લેકઆઉટ ગ્રીલ, વાઈડ એર ડેમ, એલઈડી લાઇટ્સ, ડ્યુઅલ ટોન અને સનરૂફ પણ છે.


સ્ટ્રોમ R3: ડાયમેંશન અને વજન


કારની લંબાઈ 2907 mm, પહોળાઈ mm, ઊંચાઈ 1572 mm અને તેમાં 185 mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે. કારનું ટોટલ વજન 550 કિલોગ્રામ છે અને તેમાં 13 ઇંચના સ્ટીલ વ્હીલ આપ્યા છે.


સ્ટ્રોમ R3: બેટરી અને ડ્રાઈવિંગ રેન્જ


સ્ટ્રોમ R3માં કંપનીએ 13 kW પાવરની હાઈ એફિસિયન્સી મોટર આપી છે. તે 48 Nm ટૉર્ક જનરેટ કરે છે. કારની સાથે એક ફાસ્ટ ચાર્જર પણ આપવામાં આવશે તેની મદદથી બેટરી માત્ર 2 કલાકમાં 80% ચાર્જ કરી શકાશે. આ કારને ફુલ ચાર્જ થવામાં આશરે 3 કલાકનો સમય લાગે છે. તેને રેગ્યુલર 15 ampની કેપેસિટી સાથે ઘરના સોકેટમાં પણ ચાર્જ કરી શકાય છે.

કંપનીએ દાવો કર્યો છે કે, આ કાર સિંગલ ચાર્જમાં 200 કિલોમીટર ચાલશે. કાર ચલાવવાનો ખર્ચ આશરે 40 પૈસા પ્રતિ કિલોમીટર છે. કારને ત્રણ વેરિઅંટમાં રજૂ કરવામાં આવશે, તે અલગ-અલગ ડ્રાઇવિંગ રેન્જ આપે છે. તેમાં 120 કિમી, 160 કિમી અને 200 કિમી ડ્રાઇવિંગ રેન્જ સામેલ છે. આ કાર કુલ 4 કલરમાં અવેલેબલ છે. તેમાં ઇલેક્ટ્રિક બ્લુ, નિયોન બ્લુ, રેડ અને બ્લેક કલર સામેલ છે.


સ્ટ્રોમ R3


જોવામાં આ કાર ભલે નાની હોય પરંતુ કંપની તેમાં સારા ફિચર્સ સામેલ કરી રહી છે. આ કારમાં 12-વે એડજસ્ટેબલ ડ્રાઈવિંગ સીટ, 4.3 ઈંચ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, ક્લાઈમેન્ટ કંટ્રોલ, રિમોટ કીલેસ એન્ટ્રી, 7 ઈંચની વર્ટિકલ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, IOT ઈનેબલ્ડ કન્ટિન્યૂઅસ મોનિટરિંગ સિસ્ટમ, 4G કનેક્ટિવિટી, વોયસ કંટ્રોલ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.


કંપનીનો દાવો- 3 લાખ રૂપિયાની બચત થશે


કંપનીની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ કારની રાઈડિંગ કોસ્ટ ઘણી સસ્તી હશે. સામાન્ય કારની તુલનામાં સ્ટ્રોમ R3 ઈલેક્ટ્રિક કાર 400% વધારે એફિશિયન્સી પ્રદાન કરે છે. કંપનીનો દાવો છે કે, રેગ્યુલર કારની સરખામણીમાં તેનું મેન્ટેન્સ 80% સુધી ઓછું છે. તેમજ 3 વર્ષના ડ્રાઈવિંગ બાદ તમે આ કારથી લગભગ 3 લાખ રૂપિયા સુધીની બચત કરી શકો છો.


સ્ટ્રોમ R3: કિંમત કેટલી હશે


અત્યારે કંપનીએ તેની કિંમત વિશે કોઈ જાહેરાત નથી કરી, તેથી કિંમત વિશે કંઈ કહેવું ઘણું વહેલું હશે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, કંપની આ કારને 4.5 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતની સાથે માર્કેટમાં લોન્ચ કરી શકે છે. આ રીતે તે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર હશે. કંપની તેનું બુકિંગ શરૂ કરી દીધું છે, એવી સ્થિતિમાં અપેક્ષા છે કે તેને ટૂંક સમયમાં માર્કેટમાં વેચાણ માટે ઉતારવામાં આવી શકે છે.

Comments