share this

Monday, March 1, 2021

PNBએ પૈસાના ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમમાં ફેરફાર કર્યો, તે 1 એપ્રિલથી લાગુ થશે



દેશની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકે તેના ખાતાધારકો માટે મહત્ત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ સૂચના અનુસાર, બેંકે જૂના IFSC અને MIRC કોડને 31 માર્ચ સુધી બદલવાની સૂચના આપી છે. આવું નહીં કરવા પર ગ્રાહકો ઓનલાઈન પૈસા ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે. બેંકે સોશિયલ મીડિયા પર આ વિશે જાણકારી આપી છે.


બેંકે તમામ ખાતાધારકોને જૂના IFSC કોડ અને MICR કોડ બદલવા માટે અપીલ કરી છે. આવું નહીં કરવા પર 31 માર્ચ 2021 બાદ જૂના કોડની સાથે ખાતાધારક પૈસા ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે.


આ બંને બેંકોનું PNBમાં મર્જર થયું


કેન્દ્ર સરકારે ગત વર્ષે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાને પંજાબ નેશનલ બેંકમાં મર્જ કરી દીધી હતી. ત્યારબાદ આ બેંકોના ગ્રાહકોને હવે નવી ચેકબુક અને IFSC અને MICR કોડ લેવા માટે કહેવામાં આવ્યું છે.


બેંકે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, OBC અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક 31 માર્ચ પહેલા જૂની ચેકબુક અને IFSC અને MICR કોડ લઈ લે.


આ ટોલ ફ્રી નંબર પર ફોન કરીને જાણકારી મેળવી શકો છો


બેંકે સોશિયલ મીડિયા પર ટોલ ફ્રી નંબર પર પણ શેર કર્યો છે. બેંકના જણાવ્યા પ્રમાણે, મર્જર બાદ PNBમાં સામેલ થયેલી આ બંને બેંકોના ગ્રાહકોને હવે નવી ચેકબુક અને નવો IFSC કોડ લેવો પડશે. આ અંગે કોઈપણ જાણકારી માટે તમે બેંકના ટોલ ફ્રી નંબર 18001802222/18001032222 પર ફોન પણ કરી શકો છો. બેંકે ગ્રાહકોને કહ્યું કે, 1 એપ્રિલથી જૂની ચેકબુક અને જૂનો IFSC કોડ કામ નહીં કરે.

Comments