share this

Monday, March 1, 2021

PM મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની સંસ્કૃતમાં જાણકારી આપતાં ગાઈડની કરી પ્રશંસા


હવે જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બીજા પ્રોજેકટ પર ફરવા જાવ અને ગાઈડ આપને સંસ્કૃતમાં નમો નમ: કહીને આવકાર આપે તો નવાઇ ના પામતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં “મન કી બાત” કાર્યક્રમમાં આ માહિતી આપીને ગાઇડની સરાહનાં કરી હતી. PM મોદીએ વખાણ કરતાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉત્સાહનું વાતાવરણ છવાયુ હતુ.


સમગ્ર વિશ્વભરમાં ભારતની એકતાનાં પ્રતિક સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટ પર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, તમિલ અને તેલુગુ ભાષાનાં ગાઇડ ઉપલબ્ધ હતા અને હવે સંસ્કૃત ભાષામાં પણ ગાઇડની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. ભાષાની વિવિધતામાં પણ એકતાનાં સુત્રને સાર્થક કરતાં અત્રે અલગ-અલગ રાજયમાંથી અને વિદેશમાંથી આવતા પ્રવાસીઓને માહિતી મળી રહે તે માટે ભાષાકિય ગાઇડ ઉપલબ્ધ છે, ત્યારે હવે સંસ્કૃત ભાષાનાં ગાઇડ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં “મન કી બાત” રેડિયો પ્રોગ્રામમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સંસ્કૃતમાં પણ ગાઇડ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરીને આ કાર્યની સરાહના કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, કેવડીયામાં 15 થી વધુ ગાઈડ અસ્ખલિત સંસ્કૃત બોલી રહ્યા છે.


આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યુ કે, સંસ્કૃત ભારતની પ્રાચિનતમ ભાષા છે, કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૧૫થી વધુ ગાઇડ અસ્ખલિત સંસ્કૃત બોલી શકે છે,,જે માટે તમામને ૨ મહિનાની સવિષેશ તાલીમ આપવામાં આવી છે. આ કાર્ય વડાપ્રધાનની પ્રેરણાથી શકય બન્યુ છે.


આગામી સમયમાં પણ PM મોદીની પ્રેરણાથી નવીન કાર્યો થતા રહેશે. સંસ્કૃત ગાઇડ સ્ટેચ્યુ ઓફ યુનિટી, આરોગ્ય વન, એકતા નર્સરી, જંગલ સફારી, વેલી ઓફ ફ્લાવર, કેકટસ ગાર્ડન, બટરફ્લાઇ ગાર્ડન ખાતે સંસ્કૃત ભાષામાં ગાઇડ ઉપલબ્ધ છે.

Comments