share this

Monday, March 1, 2021

NBEએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી, કેન્ડિડેટ્સ 15 માર્ચ સુધી અરજી કરી શકશે


નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE)એ NEET PG 2021 માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી છે. એન્ટ્રન્સ એક્ઝામ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ ગઈ કલ એટલે કે 23 ફેબ્રુઆરીથી શરૂ થઇ ગઈ છે. તેની લિંક પણ એક્ટિવ થઇ ગઈ છે. પરીક્ષામાં સામેલ થવા ઇચ્છનારા વિદ્યાર્થીઓ 15 માર્ચ સુધી પરીક્ષા માટે અરજી કરી શકે છે. કેન્ડિડેટ્સ ઓફોશિયલ વેબસાઈટ nbe.edu.in દ્વારા ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ સબમિટ કરી શકે છે.


18 એપ્રિલે એક્ઝામ લેવાશે


આ વર્ષે NEET PG 18 એપ્રિલે લેવામાં આવશે. આ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ હશે. તો કરેક્શન વિન્ડો 19થી 21 માર્ચ સુધી ઓપન રહેશે. પરીક્ષાનું રિઝલ્ટ 31 મેના રોજ જાહેર કરવામાં આવશે.


ફોર્મ ભરતી વખતે MCI કે રાજ્ય ચિકિત્સા પરિષદ દ્વારા જાહેર કરેલું એક રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ આપવું પડશે. આ ઉપરાંત કેન્ડિડેટ્સે 30 જૂન કે તેના પહેલાં એક વર્ષની ઇન્ટર્નશિપ પૂરી કરી હોવી જોઈએ.


PG કોર્સમાં એડમિશન મળશે


પરીક્ષા માટે વિદ્યાર્થીઓને માસ્ટર ઓફ સર્જરી, ડૉક્ટર ઓફ મેડિસિન, PG ડિપ્લોમાના પ્રોગ્રામ, MS અને MDમાં એડમિશન આપવામાં આવે છે. પરીક્ષાની વધારે માહિતી મેળવવા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ પર વિઝિટ કરી શકે છે.


જરૂરી તારીખો


  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 23 ફેબ્રુઆરી
  • ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ: 15 માર્ચ
  • કરેક્શન વિન્ડો ઓપનની તારીખ: 19થી 21 માર્ચ
  • પરીક્ષાની તારીખ: 18 એપ્રિલ
  • રિઝલ્ટ જાહેરની તારીખ: 31 મે

Comments