share this

Tuesday, March 9, 2021

જાણો, વાળને લાંબા અને કાળા કરવા વેસલીનનો કેવી રીતે પ્રયોગ કરવું


સૌ પ્રથમ ડબ્બી વેસલીનને એક લોખંડના વાસણમાં લઈને ઓગાળવું. પછી તેમાં બે ચમચી નારીયાલનું તેલ મિક્સ કરવું તેમાં એક વિટામીન E ની એક કેપ્સુલ પણ એડ કરવી આ ત્રણ વસ્તુને બરાબર હલાવી મિક્સ કરી લેવી આ મિશ્રને રાત્રે સુતા પહેલા માથા પર લગાવવું અને 8 થી 10 મિનીટ સુધી હલ્કા હાથે મસાજ કરવું અને સવારે શેમ્પુથી વાળ ધોઈ લેવા તેનાથી તમારા વાળ ખરતા બંધ થશે અને ગ્રોથ પણ વધવા લાગશે પણ આ મિશ્ર અઠવાડિયામાં એક વાર જ યુઝ કરવું.


બીજો ઉપાય – વેસલીનના બીજા ઉપાય માટે પણ નાલીયાર તેલ, વિટામીન E ની કેપ્સુલ અને એલોવેરા જેલની જરૂર પડશે. એલોવીરા વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરશે તો આવો જાણીએ વેસલીનના બીજા ઉપાય વિશે માહિતી. 


સૌથી પહેલા એક બાઉલ કે વાટકામાં એક ચમચી કે દોઢ ચમચી વેસલીન લેવું. તે જામેલું હોય તો ધીમા તાપે કે તડકે ઓગાળી લેવું. તે બરાબર ઓગળ્યા બાદ તેમાં એક ચમચી એલોવીરા જેલ, એક ચમચી નાળીયરનું તેલ અને એક વિટામીન E ની કેપ્સુલ એડ કરવી આ બધી વસ્તુને બરાબર મિક્સ કરવું અને બરાબર મિશ્રણ બનાવવું.


આ મિશ્રણને રાત્રે માથા પર લગાવવું અને હળવા હાથે મસાજ પણ કરવું સવારે ઉઠીને કોઈ આયુર્વેદિક શેમ્પુથી હેર વોશ કરવા આ ઉપાય પણ અઠવાડિયામાં એક વાર કરવો જોઈએ જો તમારે સારું રીઝલ્ટ મેળવવું હોય તો એક કે દોઢ મહિનો આ પ્રયોગ કરતા રહેવો જોઈએ. ધીમે-ધીમે તમારા વાળ લાંબા, કાળા અને સુંદર દેખાવા લાગશે. તમને લાગશે કે વાળના ગ્રોથમાં પણ વધારો થયો છે.


બીજા પ્રયોગમાં એલોવેરા જેલ એડ થવાથી વાળની તંદુરસ્તી તેમજ તેની શાઈન ખુબ વધી જશે.. પણ મોટા ભાગની સ્ત્રીઓ પાસે એલોવેરા જેલ ના હોય તો, પહેલો પ્રયોગ કરી શકો છો. તેમાં એલોવેરા જેલની જરૂર નથી પડતી. અને એલોવેરા જેલ બની શકે તો કુદરતી જ લેવું.


વેસલીન વાળ માટે ઘણું ફાયદાકારક પણ છે, ઘણા લોકો તેલમાં વેસેલીન એડ કરીને પણ વાળમાં લગાવે છે, પણ એ યાદ રાખવું કે ફક્ત વેસલીન ક્યારેક વાળમાં લગાવવું નહી કેમ કે તે વાળમાં ચોંટી જાય છે. અને ધોવામાં મુશ્કેલી પડે છે. વેસલીનને હંમેશા તેલ સાથે મિક્સ કરીને લગાવવું જોઈએ. વેસલીનના પ્રયોગથી વાળ સુંદર અને આકર્ષક બનશે. 


વાળ બીજા ઘણા કારણોથી ખરતા હોય છે. જેમકે વધારે પડતું ટેન્શન લેવાથી અથવા વાળમાં રેગ્યુલર તેલ ના નાખતા હોય આવા અનેક કારણો વાળ ખરવા પાછળ જવાબદાર હોય છે. વધારે પડતું બહારનું ખાવાથી વાળ અને સ્કીનને પ્રોબ્લમ થાય છે. જે લોકોનું પેટ ખરાબ રહેતું હોય જેને કબજિયાત જેવી બીમારી હોય તેવા લોકોના વધારે પ્રમાણમાં વાળ ખરે છે.

Comments