share this

Monday, March 1, 2021

આજથી કોરોના વૅક્સીનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ


ગુજરાતમાં કોરોનાના ફ્રન્ટ લાઈન વૉરિયર્સનું વૅક્સિનેશન અભિયાન યથાવત છે, ત્યારે હવે આજથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ કોરોના રસી આપવાની શરૂઆત થઈ રહી છે. રાજ્યમાં આવા નાગરિકોની સંખ્યા 60 લાખથી વધુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૃદ્ધોને પોતાના ક્રમ પ્રમાણે વૅક્સિન મૂકાવવાનો આગ્રહ કર્યો છે. રાજ્યની 2195 સરકારી અને 536 ખાનગી હોસ્પિટલોમાં વૅક્સીનેશન કરવામાં આવશે.


ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિનિયર સિટિઝનો માટે વૅક્સિનેશન અભિયાન શરૂ કરવાના સંદર્ભમાં જણાવ્યું કે, કોરોના વિરુદ્ધ લડાઈમાં વૅક્સિનેશન અભિયાનનો આ તબક્કો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. જેમાં દરેક નાગરિકે પોતાનું યોગદાન આપવું પડશે.


મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેશમાં વૃદ્ધોના વૅક્સિનેશન મામલે પણ રાજ્ય અગ્રહરોળમાં હશે. સિનિયર સિટિઝનો માટેના આ વૅક્સિનેશન માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. રાજ્યની 2195 સરકારી અને 536 ખાનગી હોસ્પિટલોમાં વૅક્સિન આપવામાં આવશે. આ માટે તબીબો સહિત 30 હજાર જેટલા તાલીમબદ્ધ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. લોકોને આગ્રહ કરવામાં આવ્યો છે કે, સિનિયર સિટિઝનોને વૅક્સિન લેવા માટે પ્રેરિત કરવામાં આવે.

CM રૂપાણીએ જણાવ્યું કે, જે કોરોનાની વૅક્સિન ઉપલબ્ધ છે, તેની કોઈ આડઅસર નથી. તેમણે આ વૅક્સિનના બે ડૉઝ લઈને સિનિયર સિટિઝનોને કોરોનાથી સુરક્ષિત કરવાનો આગ્રહ કર્યો છે. આ તકે મુખ્યમંત્રીએ કોરોના સામેની જંગમાં ધનવંતરિ રથ અને 104 એમ્બ્યુલન્સ સર્વિસ જેવી યોજનાઓનું પણ મહત્વના યોગદાનનો ઉલ્લેખ કર્યો છે.


અમદાવાદની કંઈ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની વૅક્સિનેશન? Corona Vaccination

ઈસ્ટ ઝોન: કાનબા હોસ્પિટલ

નોર્થ-વેસ્ટ ઝોન: એપોલો CVHF હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, સાલ હોસ્પિટલ, SGVP હોલિસ્ટિક હોસ્પિટલ

નોર્થ ઝોન: આનંદ સર્જીકલ હોસ્પિટલ, GCS મેડિકલ કોલેજ હોસ્પિટલ, સ્ટાર હોસ્પિટલ

સાઉથ-વેસ્ટ ઝોન: તપન હોસ્પિટલ

વેસ્ટ ઝોન: HCG હોસ્પિટલ, સુશ્રુષા હોસ્પિટલ, સેવિયર હોસ્પિટલ

Comments