share this

Monday, March 8, 2021

સરગવાની ચા, જાણો બનાવની રીત અને તેના ફાયદા


સરગવાની ચા બનાવવાની રીત

અર્ધો ગ્લાસ પાણી એક નાની તપેલીમાં લો, 10-15 સરગવાના પાન સારા પાણીથી સાફ કરી પછી પેલા અર્ધા ગ્લાસ પાણીમાં નાખો. અને છેલ્લે તેની અંદર અર્ધી ચમચી ચા બનાવવાની ભૂકી (ડસ્ટ) નાખો. પછી તેને ઉકાળો 5 થી 7 મિનિટ ઉકાળી પછી તેને એક ગરણી વડે ગળી લો પછી તેનું સેવન કરવું. આ એક પ્રકારે ગ્રીન ટી પણ કહી શકાય. 


તેમજ તેમાં તમે તુલસી કે આદુ પણ નાખી શકો છો. તેમજ આ ચા માં ખાંડ(સુગર) ના નાખો તો વધુ સારું. જેનાથી આ ચા બરોબર રીતે શરીરમાં ફાયદો આપી શકે, તેમજ બરોબર રીતે શરીરની ચરબી તેમજ અન્ય બીમારીઓ સામે યોગ્ય રીતે લડી શકે. આ ચા સવારે ભૂખ્યા પેટે પણ પી શકો છો, તેમજ બપોર બાદ ભૂખ્યા પેટે પણ પી શકો છો. જમ્યા બાદ કે ભરેલા પેટે આ ચા ના પીવી. 


સરગવાની ચા ના ફાયદાઓ. 

સરગવાની ચા પીવાથી હ્રદય રોગ અને ડાયાબિટીસ જેવી સમસ્યામાં રાહત મળે છે. હ્રદય રોગી અને ડાયાબિટીસના રોગીને નિતમિત સવારે ભૂખ્યા પેટે એક કપ સરગવાના પાનની ચા બનાવી પીવાથી હાર્ટ એટેકનું જોખમ ટળે છે અને આ ચા લોહીનું કોલોસ્ટ્રોલ લેવલ પણ ઓછું કરે છે. 


ઝેરી બેકટિરિયા શરીરમાં ઘણા નુકસાન કરે છે. તેને રોકવા માટે આ ચા ખુબજ ઉપયોગી સાબિત થાય છે. સરગવાના પાનમાં એંટીબેકટીરિયલ, એન્ટિફંગલ અને એન્ટિ-માઇક્રોબાઈલ જેવા તત્વો રહેલા હોય છે જેનાથી ઝેરી બેકટિરિયાને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમજ શરીરની રોગ પ્રતિકારક ચક્તિ વધારે છે. 


સરગવાના પાનની ચા મેટાબોલિઝમ (પાચનક્રિયા) વધારવામાં મદદ કરે છે. તેનાથી તમે જમેલો તમામ ખોરાક સરળતાથી પછી જાય છે. રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે પણ આ ચા ખુબ જ મદદ કરે છે. ઋતુ બદલવાના કારણે થતાં રોગ સામે લડવા આ ચા ખુબજ ઉપયોગી છે. ઇમ્યુનિટી મજબૂત બનાવે છે. 


શરીરમાં પેદા થતાં ઝેરી તત્વોને બહાર કાઢવા જરૂરી છે. આ ચા ના સેવનથી શરીરને ઝેરી પદાર્થથી મુક્ત કરી શકાય છે. જેને આપણે ડિટોક્સ કહીએ છીએ.  તેમજ શ્વસન ક્રિયાને મજબૂત કરવામાં પણ આ ચા ખુબ જ મદદ કરે છે અને ફેફસાને પૂરી રીતે સાફ કરે છે અને ફેફસા પહેલા જેવા કામ કરતાં કરે છે, જેથી અસ્થમાના દર્દી માટે ઉપયોગી સાબિત થાય છે. 

Comments