share this

Saturday, March 13, 2021

ક્યારેય ઇન્સટોલ ના કરતા આ એપ, તમારો બેંક એકાઉન્ટ હૅક થઈ શકે છે

તમને જણાવી દઈએ કે, તમે તમારા ફોનમાં 8 એપમાંથી કોઈ એક એપને ઈન્સ્ટોલ કરશો તો તમને તેમાં તમારો ફોન નંબર કે ઈ-મેઈલ નાંખવાનો રહેશે. હેકર તેની મદદથી તમારું બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી તમામ માહિતી મેળવી લેશે. જેના બાદ કોઈ પણ બેંક એકાઉન્ટને હેક કરવુ તેમના માટે સરળ બની જશે. આંખના પલકારે તમારા એકાઉન્ટમાંથી રૂપિયા હેકરના એકાઉન્ટમાં પહોંચી જશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 8 નવા હેકિંગ એપ્સ (Hacking Apps) કોઈ વાયરસના માધ્યમથી એક્ટિવ કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, બે પ્રકાના નવા વાયરસની મદદથી 8 નવા હેકિંગ એપ્સને એક્ટિવેટ કરવામાં આવ્યા છે. આ તમામ એપનો ઉપયોગ બેંક એકાઉન્ટ (Bank Account) થી રૂપિયા ઉડાવવામાં કરવામાં આવી રહ્યો છે.

તમારા ફોનમાંથી તરત આ એપ્સને ડિલીટ કરો 

  • Cake VPN (com.lazycoder.cakevpns)
  • Pacific VPN (com.protectvpn.freeapp)
  • eVPN (com.abcd.evpnfree)
  • BeatPlayer (com.crrl.beatplayers)
  • QR/Barcode Scanner MAX (com.bezrukd.qrcodebarcode)
  • Music Player (com.revosleap.samplemusicplayers)
  • tooltipnatorlibrary (com.mistergrizzlys.docscanpro)
  • QRecorder (com.record.callvoicerecorder)

Malware કેવીરીતે કામ કરે છે 

રિસર્ચ અનુસાર, હેકર્સ એપને વેરિફિકેશન માટે તમારા ફોન પર આવનારા કોડની મદદથી બેંકની તમામ માહિતી મેળવી લે છે. આ દરમિયાન તમારા બેંક ખાતામાંથી તમામ રૂપિયા હેકરની પાસે જતી રહે છે. આ એપ તમારા ફોનમાં MRAT ને ઈન્સ્ટોલ કરી દે છે અને તમને માલૂમ પણ નહિ પડે. MRAT તમારા ફોનને અન્ય સ્થળેથી એક્સેસ કરવાની પરમિશન આપે છે. જેનાથી દુનિયાના કોઈ પણ ખૂણે બેસેલ વ્યક્તિ તમારા ફોનને કન્ટ્રોલ કરી શકે છે. 

Malware Dropper કેવીરીતે કામ કરે છે 

તમને જણાવી દઈએ કે, Clast82 એક Malware Dropper હોય છે, જે પહેલા તમારા એન્ડ્રોઈડ ફોન પર હુમલો કરે છે. અને AlienBot Banker નામના એક બીજા પ્રોગ્રામને તમારા ફોનમાં ફાઈનાન્સ એપ્સ જેમ કે, ગૂગલ પે (Google Pay), પેટીએમ (Paytm), ફોનપે (Phone Pay) ની અંદર જ તમામ મહત્વની માહિતી લઈને તમારા બેંક એકાઉન્ટને હેક કરે છે.

Comments