share this

Friday, March 12, 2021

અપનાવો સવારની આ આદતો, દરેકને માટે ફાયદા કારક


કસરત

મિત્રો કસરત એ શરીરને તંદુરસ્ત રાખવામાં ખુબ મદદ કરે છે. આથી તમારે પણ પોતાના શરીરને ફીટ રાખવા માટે પોતાની જીવનશૈલીમાં યોગ કે કસરતનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી તમારું શરીર મજબુત અને તંદુરસ્ત રહે છે. કસરત એક એવી વસ્તુ છે કે જેનાથી તમારું શરીર કોઈપણ મુશ્કેલીમાં તંદુરસ્ત રહી શકે છે. આ માટે તમારે કોઈ જીમ જવાની જરૂર નથી પણ તમે ઈચ્છો તો ઘરે પણ કસરત કરી શકો છો, યોગ કરી શકો છો. પણ જરૂરી છે કે તમારે તમારી આળસ છોડવી પડશે. પોતાના મૂડ હંમેશા ફ્રેશ રાખવો પડશે. 

મૌન 

કહેવાય છે કે મૌનમાં ઘણી શક્તિ રહેલી છે. આથી લોકો પોતાના રોજીંદા જીવનમાં થોડોક સમય તો મૌનને આપવો જોઈએ. મૌન કરવાથી તમારી અંદર એક નજર કરી શકશો. પોતાની શક્તિઓને જાગૃત કરવા માટે મૌન ખુબ જરૂરી છે. આથી તમારા દિવસની શરૂઆત જ મૌન દ્રારા કરો. સવારે થોડો સમય પોતાના માટે કાઢો. સવારે ઉઠતાની સાથે બહારનું કંઈ પણ વાચવા કરતા થોડો સમય મૌન રહીને મેડીટેશન કરો. પોતાના મગજને તાજગી આપો. મનને પ્રફૂલ્લીત કરો. 

સમર્થન 

અહી સમર્થન નો અર્થ એવો છે કે તમારે પોતાની જાતને એ વિશ્વાસ આપવાનો છે. ‘હું કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકીશ. પોતાના સબ કોન્શીયંસ મગજને વારંવાર કહેતા રહો કે હું જે પણ કરું છું એ યોગ્ય જ છે, મારા કામમાં કોઈ ખામી નથી, હું મારી સફળતા સુધી પહોચીને રહીશ, હું કોઈપણ રીતે હાર નહી માનું, હું જીવનમાં હંમેશા ખુશ રહેવા માંગું છું,’ આવા વાક્યો હંમેશા પોતાની જાતને કહેતા રહો. અને તમારું મગજ આ વાતને ધીમે ધીમે સ્વીકારી લેશે. અને તેના પરિણામે તમે એક દિવસ ચોક્કસ સફળતાના શિખર પર પહોચી શકશો. 

લેખન 

મિત્રો કોઈપણ વ્યક્તિ માટે લેખન એક એવી વસ્તુ છે જેમાં તે પોતે પોતાની જાતને લખી શકે છે. પોતાના વિચારોને એક રીતે રજૂ કરી શકે છે. આથી તમારે પણ પોતાની પાસે એક ડાયરી રાખવી જોઈએ. જેમાં તમારે દરરોજ પોતાના ગોલ વિશે કઈક લખવું જોઈએ. તેનાથી તમે પોતાના યોગ્ય મુકામ સુધી પહોચી શકશો. અને તમારા મગજમાં આ વાત ફીટ થઇ જશે કે તમારે આ માટે મહેનત કરવાની છે. કોઈપણ અડચણ આવે તો તેનો સામનો કરવા તમે તૈયાર રહો છો. 

કાલ્પનિક દ્રશ્ય 

આ ખુબ જ અસરકારક આદત છે. દરેક વ્યક્તિઓના કોઈને કોઈ સપનાઓ હોય છે અને તે સપના પુરા કરવા માટે તે દિનરાત મહેનત કરે છે. આથી જો તમે પણ સફળ થાવ માંગો છો તો પોતાના મનમાં સફળતા માટેનું એક કાલ્પનિક દ્રશ્ય ઉભું કરો. જો તમે કોઈ સિંગર, અથવા પેઈન્ટર અથવા તો એક સફળ બિજનેસમેન બનવા માંગો છો તો પોતાના મનમાં એવું ચિત્ર ઉભું કરો કે લોકો તમને મળવા માટે આતુર છે, તમારો અવાજ સાંભળવા માંગે છે, તમારા સાથે હાથ મિલાવવા માંગે છે, દુનિયાની મોટી હસ્તીઓ તમને મળવા માંગે છે. વગેરે કાલ્પનિક દ્રશ્યો ઉભા કરો. આનાથી તમને એક મોટીવેશન મળશે. 

વાચન 

જીવનમાં જો તમારે સફળ થવું જ હોય તો હંમેશા પોતાની જાતને મોટીવેટ કરતા રહો. એ માટે જરૂરી છે તમારે એવા લોકોની પુસ્તકોનું વાચન કરવું જોઈએ જેમના પુસ્તક વાચવાથી તમને એક પ્રેરણા મળે, તમારામાં એક નવી સ્ફૂર્તિ નો અનુભવ થવા લાગે. આમ તમારે વધુ કઈ નહી તો પણ દરરોજ ના લગભગ 7 થી 8 પેઈજ કોઈપણ પુસ્તકના વાચવા જોઈએ. તેનાથી તમારું જ્ઞાન વધશે તેમજ દુનિયાની ગતિવિધિઓ વિશે તમારું જ્ઞાન વધશે. તમારામાં એક નવી વાચન શક્તિનો વિકાસ થશે. અને તમે જીવનના એક ઉચ્ચ શિખર સુધી પહોચવામાં તે તમારી મદદ કરશે. 

Comments