share this

Saturday, March 6, 2021

મફતમાં તમારી સ્કીન સુંદર બનાવશે, બેકિંગ સોડા


બ્લેકહેડ્સથી લઈને ખીલ, સ્પોટ્સ વગેરે જેવી સમસ્યામાં બેકિંગ સોડા સૌથી બેસ્ટ ઉપાય છે. તેના માટે એક ચમચી બેકિંગ સોડામાં  એક ચમચી પાણી ઉમેરી બંનેને બરાબર મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવી. હવે તે પેસ્ટને ચહેરા પર લગાવી હળવા હાથે સ્ક્રબ કરવું. આ ઉપાયથી ત્વચા પર ડેડ સેલ્સ હટી જશે અને નવા સેલનું નિર્માણ કરશે જેનાથી ચહેરાનો ગ્લો વધી જશે.ખાસ ધ્યાન રાખવું કે આ પ્રયોગ તમારે રોજે નથી કરવાનો. તમારે અઠવાડિયામાં માત્ર બે વખત આ રીતે પ્રયોગ કરવો.


તમને જણાવી દઈએ કે ગુલાબી હોંઠ હોય તો ચહેરો ખુબ જ સુંદર અને આકર્ષક દેખાય છે. પરંતુ ચહેરા પરના કાળા હોંઠ ચહેરાના લુકને ખરાબ કરે છે. પરંતુ કાળા હોંઠને તમે બેકિંગ સોડાની મદદથી ગુલાબી બનાવી શકો છો. તેના માટે અડધી ચમચી બેકિંગ સોડામાં થોડું મધ ઉમેરવું. ત્યાર બાદ તે પેસ્ટને હાથમાં લઇ હોંઠો પર લગાવી હળવા હાથે મસાજ કરવી. પ્રયોગ કરતા જ તમને ફરક જણાશે.


ખીલ અને મસા

બેકિંગ સોડા ખીલ અને મસાથી પરેશાન છો તો બેકિંગ સોડા તેના માટે વરદાન સ્વરૂપ છે. તેના માટે બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને તે પેસ્ટને જ્યાં ખીલ અને મસા થયા છે તે ભાગ પર લગાવવા. ત્યાર બાદ 2 થી 3 મિનીટ સુધી પેસ્ટ લાગવી રાખવી ત્યાર બાદ ચહેરાને થોડા હલ્કા ગરમ પાણીથી ધોઈ લેવો. અઠવાડિયામાં આ પ્રયોગ બે વખત કરવો તેનાથી ફાયદો થશે.


દાંત ચમકાવે છે

મિત્રો એક આકર્ષક સ્માઈલથી ચહેરો ખુબ જ ખુબસુરત દેખાય છે. અને એવામાં જો દાંત સફેદ ન હોય તો ચહેરાની સ્માઈલ ખુબ જ ફીકી પડી જાય છે. બેકિંગ સોડા દાંત માટે માઈલ્ડ બ્લીચનું કામ કરે છે. બેકિંગ સોડા દાંતમાં ઘસવાથી દાંત એકદમ સફેદ બની જાય છે.  આ ઉપરાંત મોંમાં રહેલી એસીડીટીને ખતમ કરે છે અને દાંતમાં રહેલી કેવીટીને દુર કરે છે.


બ્લેકહેડ્સ

જો તમારી સ્કીન ઓઈલી છે તો બ્લેકહેડ્સ થવા ખુબ જ સામાન્ય વાત છે. બ્લેકહેડ્સ ચહેરા પર બિલકુલ સારા નથી લાગતા. બ્લેકહેડ્સને દુર કરવા માટે બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરી તેને બ્લેક હેડ્સ પર લગાવવાથી બ્લેકહેડ્સથી છુટકારો મળશે.


ઓઈલી સ્કીનમાં આપે છે રાહત

ઠંડીની ઋતુ હોય કે ગરમીની ઋતુ ઓઈલી સ્કીન પરેશાન કરતી હોય છે.  તેનાથી છુટકારો મેળવવા માટે બેકિંગ સોડા રામબાણ ઈલાજ છે.તેના માટે બેકિંગ સોડા ફેસ પર લગાવવો. તેના માટે એક ચમચી બેકિંગ સોડામાં એક ચમચી પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવી. ત્યાર બાદ તે પેસ્ટ ચહેરા પર લગાવી બે ત્રણ સેકન્ડ સુધી મસાજ કરવી જોઈએ. ત્યાર બાદ તે પેસ્ટને 10 મિનીટ સુધી ચહેરા પર લગાવી રાખવી ત્યાર બાદ ચહેરાને ધોઈ લેવો.


દાગ અને ધબ્બા દુર કરે છે

દાગ અને સ્પોટ ચહેરાને બદસુરત બનાવે છે. તેના માટે અડધો કપ બેકિંગ સોડા લેવા ત્યાર બાદ તેમાં એક લીંબુનો રસ ઉમેરવો. બંનેને મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી. ત્યાર બાદ તેને ચહેરા પર લગાવવી અને સુકાઈ જાય ત્યાં સુધી લગાવી રાખવી. ત્યાર બાદ સ્વચ્છ પાણીથી ચહેરો સાફ કરી લેવો. તમે ઈચ્છો તો લીંબુની જગ્યાએ મધનો પણ ઉપયોગ કરી શકો છો.

Comments