share this

Monday, March 8, 2021

ઘરે બેઠા વાળને સીધા કરવા અપનાવો આ ઉપાય


વાળ માટે બેસ્ટ હેર માસ્ક છે. એલોવેરા અને મધનું હેર માસ્ક આ એલોવેરા વાળના મૂળને મજબુત બનાવે છે. એલોવેરા જેલમાં પોલીસેક્રરાઈડ અને પ્રોટીન જે તમારા માથાની ત્વચાને ઠંડક અને આરામ આપે છે. એલોવેરમાં પ્રોટીઓલેટીક એન્ઝાઈમ પણ હોય છે. જે માથાની ડેડ સ્કીનને દુર કરી અને હેર ગ્રોથમાં પણ મદદ કરે છે અને મધ વાળને શાઈન આપવાનું કામ કરે છે. 

એલોવેરા અને મધનું  હેર માસ્ક બનાવવા માટે તમારા વાળના ગ્રોથ પ્રમાણે એલોવેરા જેલ લેવું જો તમે એલોવેરા જેલ સીધું તેના છોડમાંથી લઈ યુઝ કરો તો તે વધારે સારું રીઝલ્ટ આપશે. એલોવીરા જેલમાં 3 થી 4 ચમચી જેટલું મધ ઉમેરવું આ બનેને બરાબર મિક્સ કરવા માટે બ્લેન્ડર ફેરવી દેવું પછી આ મિશ્રણને વાળના મૂળમાં બરાબર લગાવવું અને એક કે દોઢ કલાક પછી માથું વોશ કરી લેવું આમ કરવાથી તમારા વાળ સ્ટ્રેટ અને ચમકદાર થવા લાગશે. આ હેર માસ્ક કોઈ પણ પ્રકારની આડઅસર કરશે નહી.

વાળને સ્ટ્રેટ કરવા માટે નાળીયાર છીણી લેવું તેમાં થોડું એલોવેરા જેલ મેળવવું અને આ બનેને મીક્ચરમાં થોડું પાણી ઉમેરી ક્રશ કરી લેવું આ પેસ્ટને એક પાતળા કાપડ વડે બરાબર ગાળી અને આ પાણીને એક કપમાં ભરી અલગ રાખી દેવું. પછી એક બાઉલમાં એક ચમચી કોર્નફલોર, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી એરંડાનું તેલ આ બધી વસ્તુને બરાબર મિક્સ કરવી.

મિક્સ કર્યા બાદ ગેસ પર નોનસ્ટીક વાસણમાં જે નાળીયરનું પાણી બનાવ્યું તે ઉમેરવું અને તેમાં કોર્નફલોર વાળું મિશ્રણ પણ મિક્સ કરી દેવી આ બન્નેને ધીમી આંચ પર ગરમ કરવું જ્યાં સુધી આ મિશ્રણ થોડું ઝાડું ક્રીમ જેવું થાય ત્યાં સુધી ગરમ કરવું.

આ મિશ્રને ઠંડુ થાય પછી વાળમાં એક-એક લટમાં લગાવવું અને 4 મિનીટ સુધી મસાજ પણ કરવી આ હેર માસ્કને 1 ક્લાક સુધી વાળમાં લગાવી રાખવું એક કલાક પછી હેર વોશ કરી લેવા આ ઉપાયથી તમારા વાળ સ્ટ્રેટ લાગવા માંડશે. ઉપરોક્ત ઉપાય તમે ઘરે રહીને કરી શકો છો.
Comments