share this

Wednesday, March 10, 2021

જાણો, ભૂખ્યા પેટે ચા પીવાના નુકસાન


ચા થી થતાં નુકસાન. 

આપણે રાત્રે ભરપેટ ભોજન કરીને સુતા હોય છીએ તો આખી રાત આપણા પેટમાં પાચન ક્રિયા ચાલતી હોય છે અને સવારે જયારે ઉઠીએ ત્યારે આપણું પેટ ખાલી થઈ ગયું હોય છે. એટલે જયારે ઉઠીને આપણે ભૂખ્યા પેટે ચા પીએ છીએ ત્યારે ગેસ-એસીડીટી જેવી સમસ્યા થાય છે. જે પેલા થોડી થોડી થાય છે પછી તે સમસ્યા વધતી જાય છે અને આગળ જતાં આ વધારે નુકસાન કરે છે. 


જે લોકોને પાચન બરાબર થતું ના હોય તેવા લોકો સવારે ઉઠીને ચા પીવે છે તો, તેની પાચનક્રિયા પર અસર પડે છે અને બેચેની કે ઉબકા આવવા જેવી સમસ્યા શરુ થઈ જાય છે. આથી આવા લોકોને ખાલી પેટે ચા પીવી જોઈએ નહી. પાચનશક્તિને વધારે નુકસાન ના થાય તે માટે સવારે પેલા નાસ્તો કરવો તેની સાથે ચા પીવી જોઈએ. અને જો નાસ્તામાં ચા ના પીવો તો વધુ ઉત્તમ. 


આજકાલ લોકોને કામના પ્રશર ના લીધે માઈન્ડ ને ફ્રેશ રાખવા માટે ચા નો ઉપયોગ વધારે કરે છે. ચા માં કેફેઇન પદાર્થ હોવાથી જે લોકો ચાનો વધારે ઉપયોગ કરે છે તેને અનિદ્ર જેવી પ્રોબ્લમ શરુ થઈ જાય છે. એટલેકે, સમયસર ઉંધ ના આવવી અને કામના સમયમાં મન નથી લાગતુ અને ઊંઘ આવે છે સાથે ઊંઘનું ચક્ર બદલાઈ જાય છે. કારણકે, ચા વગર નથી ગમતું ચા નો નશો કરવો જરૂરી થઈ જાય છે. 


અત્યારે લગભગ બધાને ખુરશી ઉપર બેઠા-બેઠા જ કામ કરવાનું હોય છે તેની સાથે બેઠા-બેઠા ચા પીવાના કારણે શરીરની ચરબીમાં વધારો થાય છે કેમકે ચા ચરબીમાં વધારો કરે છે અને ખાંડ શરીરનું શુગર લેવલ વધારે છે આથી ચા આપણા શરીર માટે નુકસાનકારક છે. એસિડિટી, ડાયાબિટીસ, મોટાપો આપવા માટે ચા મહત્વની વસ્તુ છે.  ચા જેટલી લોકોને પસંદ છે તેટલી તે શરીરને નુકસાનકારક પણ છે આથી જો ચા પીવીજ હોય તો નાસ્તા સાથે પીવી જોઈએ ભૂખ્યા પેટે નહી.


ભુક્યા પેટે ચાની જગ્યાએ તમે જીરા વાળું પાણી એટલેકે જીરાને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી અને સવારે ખાલી પેટે પીવાથી શરીરની ચરબી ધીમે-ધીમે દુર થશે જીરાપાણી ન ચાલે તો તમે ખાલી ગરમ પાણી પણ પી શકો છો ગરમ પાણી પણ ભૂખ્યા પેટે પીવાથી શરીર સાફ થાય છે.

Comments