share this

Monday, March 8, 2021

જાણો, દુધી ના ફાયદા



ઉધરસ, ટીબી, છાતીમાં બળતરા રહેતી હોય તેના માટે દુધી સેવન લાભાદાયક સાબિત થયું છે. હ્રદય રોગીઓને જમવાનું ઓછા પ્રમાણમાં જ લેવું જોઈએ હ્રદયના દર્દીઓ ને દુધીનું શાક અને દુધીનો રસ ફાયદેમંદ સાબિત થાય છે. તો આવા છે દુધીના જોરદાર ફાયદા જે દરેક વ્યક્તિ માટે છે ફાયદાકારક. 

દુધીમાં 12% પાણી હોય છે. તેમાં ફાયબર  અને એન્ટીઓકિસજન જે તમારા શરીરને બીમારીઓથી બચાવે છે. ઉનાળામાં ગરમીથી બચવા માટે દુધીના રસમાં ગોળ અથવા સાકાર મેળવી તેનું શરબત બનાવી પીવાથી શરીરમાં પાણીની કમી થતી નથી. જો તમે 15 દિવસ સુધી દૂધીનું જ્યુસ પીવો તો તમને ઘણા ફાયદા થાય છે. જે લોકોને તેનો વજન ઓછો કરવો હોય તે સવારે ખાલી પેટે દૂધીનું જ્યુસ પીવાનું શરુ કરવું જોઈએ દૂધીનું જ્યુસ પીવાથી લાંબા સમય સુધી ભૂખ લગતી નથી તેનાથી વજન કંટ્રોલમાં રહે છે.

દુધીનું તેલ બનાવી માથામાં નાખવામાં આવે તેનાથી પણ માથાને ઠંડક મળે છે. તેલ બનાવવા માટે એક દુધી ખમણી લેવી તેને નારીયેળના તેલમાં મિકસ કરી દેવી તેલમાં દુધીને 7 થી 8 કલાક સુધી પલળવા દેવી પછી આ તેલને ગાળી એક બોટલમાં ભરી લેવું જેમ નોર્મલ તેલ યુઝ કરતા હોઈએ તે રીતે જ આ તેલને પણ યુઝ કરવું આમ કરવાથી મગજને ઠંડક મળશે. 

જો શરીરમાં ગરમી વધારે હોય અથવા શરીરમાં બળતરા થતી હોય કે શીળસ, ગુમડા અને નાકમાંથી લોહી નીકળતું હોય અથવા ગરમીના લીધે શરીરમાં કોઈ પણ તકલીફ હોય તો તેના ઉપાય માટે દુધીના રસમાં સાકર,મધ અને ઘી ઉમેરી પીવાથી આવી બધી સમસ્યા દુર થશે. કોલેરા જેવા રોગને દુર કરવા માટે દુધીના રસમાં અડધા લીંબુનો રસ મિક્સ કરી પીવાથી પેશાબ વધુ આવે છે અને કોલેરામાં રાહત મળે છે.

દુધીના બીજ પણ વાળ માટે ફાયદાકારક છે. દુધીના બીજમાંથી પણ જો તેલ બનાવવામાં આવે અને તેનો રેગ્યુલર ઉપયોગ કરવાથી વાળ ખરતા બંધ થાય અને જે લોકોના વાળ સફેદ થવા લાગ્યા હોય જો તે આ દુધીના બીજના તેલનો ઉપયોગ કરે તો વાળ સફેદ થતા અટકી જાય છે.
Comments