share this

Tuesday, March 30, 2021

શું વેક્સીન લગાવ્યા બાદ પણ ફેલાય છે કોરોના? એક્સપર્ટ પાસે જાણો દરેક સવાલના જવાબ

 નવી દિલ્હી: કોવિડ-19 મહામારી સામે ઝઝુમી રહેલી દુનિયાને વેક્સીન તૈયાર થયા બાદ થોડી રાહત મળી છે. અત્યાર સુધી 10 વેક્સીન એવી બની ચુકી છે જે લોકોને કોરોના વાયરસ (SARS-CoV-2)થી સુરક્ષા આપે છે. કઇ રસી કોવિડ-19થી કેટલુ પ્રોટેક્ટ કરે છે, તેના વિશે હજુ ડેટા ઉપલબ્ધ નથી. હાં, શરૂઆતના પુરાવા એમ જરૂર જણાવે છે કે મૉર્ડના અને ફાઇજરની વેક્સીન વાયરસથી બચાવની સાથે સાથે સંક્રમણના પ્રસારને રોકવામાં ખાસી સફળ છે. અસ્ત્રાજેનેકાની વેક્સીન (ભારતમાં કોવિશીલ્ડ) પણ સારી રીતે કામ કરી રહી છે.

કોરોના વેક્સીન લાગવાથી આ વાતની પુરી ગેરંટી નથી મળતી કે તમને સંક્રમણ નહી થાય. જોકે, તેની સંભાવના ઘણી ઓછી થઇ જાય છે. જો સંક્રમણ થયુ તો એવા લોકો બીજા લોકોને પણ ઇન્ફેક્શન આપી શકે છએ. વેક્સીન ઇન્ફેક્શનને રોકે છે પરંતુ શું કોવિડના રસી વાયરસના પ્રસાર વિરૂદ્ધ પણ અસરદાર છે? કેટલાક સવાલોના જવાબ એક્સપર્ટ્સ પાસેથી જ જાણીયે.

મને વેક્સીન લાગી ચુકી છે, શું હું હજુ પણ સંક્રમણ ફેલાવી શકુ છું?

તેનો કોઇ સીધો જવાબ હજુ નથી. વેક્સીન લગાવવાથી વાયરસથી પ્રોટેક્શન તો મળે છે પરંતુ તે ટ્રાન્સમિશન રોકે છે કે નથી રોકતી? આ સવાલનો જવાબ શોધવામાં વર્ષો લાગી શકે છે. કોવિડ-19 રસીથી શરીરમાં એક immunoglobulin G અથવા IgG એન્ટીબોડીઝ બને છે. અમેરિકાના એટલાન્ટા સ્થિત ઇમોરી યૂનિવર્સિટીમાં ઇમ્યુનોલૉજિસ્ટ, મેથ્યૂ વુડરફે ડેલી મિરર સાથે વાતચીતમાં જણાવ્યુ કે IgG એન્ટીબૉડીઝ તમામ રીતના બેક્ટેરિયા અને વાયરસને મારવામાં લાગી જાય છે પરંતુ તે આંતરિક અંગ જેવા કે-માંસપેશિયો, લોહી વગેરે સુધી સીમિત છે.

નાક,ગળુ, ફેફ્સા અને પાચન તંત્રને ઇમ્યુન સિસ્ટમની બનાવાયેલી વધુ એક એન્ટીબૉડી immunoglobulin A અથવા IgA પર જ નિર્ભર રહેવુ પડે છે. જ્યારે તમે કોવિડ-19થી સંક્રમિત થાવ છો તો શરીર ભારે માત્રામાં IgA એન્ટીબૉડીઝ બનાવે છે કારણ કે તે તેમના શ્વસન અંગો પર થાય છે જે કોરોના વાયરસને ટ્રાન્સમિટ કરે છે. એવામાં એમ માનવુ યોગ્ય હશે કે જે રિકવર થઇ ચુક્યા છે, તે કોરોના વાયરસ નથી ફેલાવી રહ્યા.

વેક્સીન બાદ પણ કોવિડ પ્રોટોકૉલ ઘણુ જરૂરી

આ શોધવામાં વર્ષોની રિસર્ચ જરૂરી છે કે રસીથી કોવિડ-19 ટ્રાન્સમિશન કેટલુ રોકાય છે, છતા પણ નવા કેસની સંખ્યા એક સારો માપ છે. જો કેસ વધી રહ્યા છે તો વાયરસનો પ્રસાર થઇ રહ્યો છે, જો તે ઓછા થઇ રહ્યા છે તો પ્રસાર નથી થઇ રહ્યો. એક્સપર્ટ્સ અનુસાર, રસી લગાવ્યા બાદ કોઇ વ્યક્તિ વાયરસ ફેલાવી શકે છે અથવા નથી ફેલાવી શકતો, આ અમને અત્યારે ભલે ખબર ના પડતી હોય પરંતુ રસીના બન્ને ડોઝ લીધા બાદ પણ તમામે માસ્ક પહેરવુ, સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરવુ અને હાથ ધોતા રહેવુ જોઇએ.


અમને કેમ નથી મળ્યા આ સવાલોના જવાબ?

રસીના ટ્રાયલ્સને તેની માટે ડિઝાઇન કરવામાં નહતી આવી. વૈજ્ઞાનિકોને જલ્દી એમ જાણવુ હતું કે શું રસીથી લોકોને બીમાર થતા બચાવી શકાય છે જેથી મેડિકલ વ્યવસ્થા પર ભાર ઓછો થાય. જેમ જેમ રસીકરણ વધશે, એક્સપર્ટ્સને તેના ઇન્ફેક્શન અને ટ્રાન્સમિશન પર અસર શોધવામાં આસાની થશે.


Comments