share this

Tuesday, March 9, 2021

તમારા દાંત સાફ કરવાની શ્રેષ્ઠ રીત


કેટલો સમય સુધી બ્રશ કરવું જોઈએ.

આ વિશે તમને જણાવી દઈએ કે અમેરિકન ડેન્ટલ એસોસીયેશન આ વિશે કહે છે કે દરેક વ્યક્તિએ દરરોજ બે વખત બ્રશ કરવું જોઈએ. અને ખાસ એ વાત કે માત્ર 2.30 મિનીટ જ બ્રશ કરવું, દાંતને બહુ ઘસવા નહિ. અને 2.30 મિનીટ માં જ દાંતના પ્લાક દુર થઈ જાય છે. એક રીસર્ચ અનુસાર ઘણા લોકો માત્ર 45 સેકંડ જ બ્રશ કરતા હતા, ઘણા લોકો ઘણો વધુ સમય લેતા હતા. આમ દાંતને લાંબા સમય સુધી ઘસતા રહેવાથી દાંતની ઈનેમલ ખરાબ થઈ જાય છે. 


કયું ટુથપેસ્ટથી બ્રશ કરવું જોઈએ.

આ માટે તમને જણાવી દઈએ કે તમારે જે ટુથપેસ્ટમાં ફ્લોરાઈડની યોગ્ય પ્રમાણમાં  હોય તેનો ઉપયોગ કરવો જોઈએ.આ માટે યુવાનોએ 1400 થી ઓછું પીપીએમ ફ્લોરાઈડ વાળું ટુથપેસ્ટ વાપરવું જોઈએ. જયારે 6 વર્ષની નાના બાળકોએ 1000 થી ઓછું પીપીએમ ફ્લોરાઈડ વાળું ટુથપેસ્ટ વાપરવું જોઈએ. દરેક વ્યક્તિએ વટાણા નાં દાણા જેટલું જ ટુથપેસ્ટ વાપરવું. બ્રશ પર વધુ ટુથ પેસ્ટ ના લગાવવી.  


ક્યાં ટુથબ્રશ નો ઉપયોગ કરવો.

દાંતને સાફ કરવા માટે તમારે કુણા બ્રીસલ્સ ધરાવતા બ્રશનો ઉપયોગ કરવો. જેનાથી દાંતની ઉપરની પરત ઘસાવાની શક્યતા રહે છે. જો તમે કડક બ્રશનો ઉપયોગ કરો છો તેનાથી તમરા દાંત ઘસાઈ જશે. તેનાથી દાંતના ઈનેમલ ખરાબ થાય છે. દાંત બહારથી ચોખ્ખા અને મજબૂત દેખાશે પણ અંદરથી કમજોર થઈ જશે. 


બ્રશ કરવાનો યોગ્ય સમય કયો.

તમારે દિવસમાં બે વખત બ્રશ કરવું જોઈએ. જો કે ઘણા ડોક્ટર અમુક વસ્તુ ખાધા પછી બ્રશ કરવાનું કહે છે. બીજા ઘણા ડોકટર દિવસમાં એક વાર બ્રશ કરવાની સલાહ આપે છે. પણ તમારે સવારે અને રાત્રે એમ બે વખત બ્રશ કરવું જોઈએ. તેમજ જો તમે કોઈ એસીડ વાળી વસ્તુ ખાવ છો અથવા તો કોઈ સોડા પીવો છો તેના પછી પણ બ્રશ કરવું જોઈએ. એસિડના કારણે દાંતના ઈનેમલ ખરાબ થઈ જાય છે. 


માઉથ વોશ ઉપયોગ કરવો જોઈએ કે નહિ.

તમારે બ્રશ કર્યા પછી તરત જ માઉથ વોશ નો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે બ્રશ કર્યા પછી દાંતમાં જે ફ્લોરાઈડ હોય છે તે માઉથ વોશના ઉપયોગથી દુર થઈ જાય છે. આથી તમારે માઉથ વોશ નો ઉપયોગ એટલા માટે કરો છો કારણ કે તેનાથી દાંતમાં સડો ન થાય. આથી આથી તમારે જો માઉથ વોશ કરવું જ હોય તો તે માટે બીજો કોઈ સમય પસંદ કરવો.

Comments