share this

Wednesday, March 31, 2021

ઇનકમ ટેક્સની વેબસાઇટ ક્રેશ, હવે ઓફલાઇન આવી રીતે કરો પાન સાથે આધાર લિંક




મોબાઇલથી મેસેજ કરી પાનને આધાર સાથે લિંક કરાવી શકાય છે Income Tax Site Crash

નવી દિલ્હી: પાનકાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવવા માટે બુધવારે છેલ્લી તારીખ છે. તેના કારણે સાઇટ પર વધારે ટ્રાફિક થતા ઇનકમ ટેક્સની સાઇટ ક્રેશ થઈ ગઈ છે. જેથી હવે ઓનલાઇન આધાર લિંક નથી થઈ રહ્યો, સાઇટ ક્રેશ થતાં મોટાભાગના લોકોને મુશ્કેલી પડી રહી છે. જો ઓનલાઇન પ્રોસેસ નથી થઈ રહી હોય, તો તમે ઓફલાઇન પણ આધારને પાન કાર્ડ સાથે લિંક કરી શકો છે. Income Tax Site Crash

બપોરે સાઇટ ક્રેશ થઈ

વધુ ટ્રાફિક હોવાના કારણે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સાઇટ પહેલા અંદાજે 12.30 કલાકે ક્રેશ થઈ. ત્યારબાદ તેને રિસ્ટોર કરાઇ. જોકે સાંજે ચાર કલાક સુધી પણ વિભાગની સાઇટ વારંવાર ક્રેશ થઈ રહી હતી. તેને લઈ અનેક લોકોએ ટ્વીટર ફરિયાદ પણ કરી અને પાન-આધાર લિંક કરાવવાની અંતિમ તારીખ વધારવાની માંગ કરી. Income Tax Site Crash



લિંક નહીં કરાવવા પર 1000નો દંડ

31 માર્ચ સુધી પાન આધાર સાથે લિંક ના થયો હતો કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે. ત્યારબાદ લિંક કરાવવા પર 1000નો દંડ છે. સરકારે આ વખતના નાણાકિય વિધેયકમાં આ નિયમ જોડ્યો છે.

આવી રીતે ઓફલાઇન કરાવો લિંક

જો તમને ઇનકમ ટેક્સની સાઇટ પર આધાર અને પાન લિંક કરાવવામાં મુશ્કેલી થઈ રહી છે, તો તમે પોતાના મોબાઇલ પરથી એસએમએસ મોકલીને પણ લિંક કરાવી શકો છે. તેના માટે તમારે તમારા મોબાઇલ નંબર પરથી 567678 અથવા 56161 નંબર પર ‘UIDAIPAN લખ્યા પછી સ્પેસ આપી 12 આંકડાનો આધાર નંબર, ત્યારબાદ એક સ્પેસ આપી 10 આંકડાનો પાન નંબર નાંખી મેસેજ કરવાનું રહેશે. (ધ્યાન રાખવું તેને ‘UIDPAN આમ લખવાનું છે.)
Comments