Wednesday, March 17, 2021

શું તમારા મોબાઇલમાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી પડે છે મોબાઈલમાં ઈન્ટરનેટ ની સ્પીડ વધારવા માટે અપનાવો આ સ્ટેપ

આજકાલ આપણું જીવન ઇન્ટરનેટ વિના અધૂરું છે. ફોનથી લેપટોપ સુધીના દરેક ઉપકરણને ચલાવવા માટે ઇન્ટરનેટની આવશ્યકતા છે. હવે આપણું મોટાભાગનું કામ ઇન્ટરનેટ દ્વારા થાય છે. આવી સ્થિતિમાં, જો તમારા ફોનમાં ઇન્ટરનેટની ગતિ ઓછી થાય, તો મુશ્કેલી શરૂ થાય છે. ઘણા વિસ્તારોમાં નેટવર્ક સમસ્યાને કારણે ઇન્ટરનેટની ગતિ પણ ઓછી થાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો અમે તમને આવી કેટલીક ટીપ્સ આપી રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારા ફોનમાં ઇન્ટરનેટ સ્પીડ વિશે પણ જાણી શકો છો અને તેને વધારી પણ શકો છો.




શું તમારા મોબાઇલમાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી પડે છે. તમારા મોબાઇલમાં સાચા અર્થમાં 4જી સ્પીડ આવી રહી છે. ખાસ કરીને જીયોનાં યુઝર્સમાં આ સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. સ્માર્ટફોન ઉપરાંત હાલનાં દિવસોમાં જીયો પોતાનાં ગ્રાહકોને વધારે ઇન્ટરનેટડેટા વાળા પ્લાન આપી રહી છે. હાઇ સ્પીડ ઇન્ટરનેટનો દાવો કરનારી જીયોની સ્પીડ મુદ્દે યુઝર્સમાં ફરીયાદ જોવા મળી રહી છે.



યુઝર્સનાં અનુસાર સ્પીડ એટલી નથી મળી રહી જેટલી સ્પીડનો દાવો કરવામાં આવ્યો છે. યુઝર્સનાં અનુસાર પહેલા જિયો 4જીની સ્પીડ 20થી 25 mbps સુધીની મળતી હતી જો કે હવે માત્ર 3.5 mbps સુધી જ મળે છે. જો કે તે જરૂરી નથી કે સ્પીડને સમસ્યા માત્ર જીયોનાં યુજર્સને આવી રહી હોય. સ્માર્ટફોનનાં સેટિંગ્સમાં ફેરફારનાં કારણે પણ આવું થઇ શકે છે. તેવામાં યુઝર્સને જરૂરી છે કે તે પોતાનાં ફોનનાં કેટલાક સેટિંગ્સ ચેન્જ કરે. ત્યાર બાદ ઝડપી સ્પીડ મળવા લાગશે.

1. APN સેટિંગમાં પરિવર્તન
APN સેટિંગ ચેન્જ કરવા માટે તમે તમારા 4જી ફોનની સ્પીડ વધારી શકો છો. તેનાં માટે તમારે મોબાઇલ સેટિંગ્સમાં જઇને મોબાઇલ નેટવર્કસનો ઓપ્શન પસંદ કરો. તેની અંદર પ્રિફર્ડ નેટવર્ક ટાઇપને LTEમાં સેટ કરો.

2.APN પ્રોટોકોલનું ઓપ્શન પસંદ કરો.
હવે મોબાઇલ સેટિંગ્સમાં પાછા જાઓ અને Access point namesને સિલેક્ટ કરો. આના પર ક્લિક કરવાથી ઘણા ઓપ્શન આવશે. તેમાં APN પ્રોટોકોલનું ઓપ્શન પસંદ કરો. તેને Ipv4/Ipv6 પર કરો.




3. Bearerનું ઓપ્શન પસંદ કરો.
હવે અહીં Bearerનું ઓપ્શન મળશે તેને પણ LTEમાં સિલેક્ટ કરી દો.

4. કેશ ફાઇલો ડિલિટ કરો.
એન્ડ્રોઇડ સિસ્ટમ રેન્ડમલી કેટલીક ફાઇલનો ઉફયોગ કરે છે અને તેને સેવ કરતું હોયછે. આ ફાઇલ્સને કેશ ફાઇલ્સ કહેવામાં આવે છે. કેશ ફાઇલ ડિલીટ કરવાથી તમારા ફોનની સ્પીડ વધી શકે છે.



મોબાઇલમાં ડેટાની ગતિ કેવી રીતે તપાસો – આજકાલ ઘણા ફોનો કંપની વતી ઇન્ટરનેટ સ્પીડ ચેકિંગ સુવિધા આપી રહ્યા છે, પરંતુ જો તમારા ફોનમાં આ સુવિધા નથી, તો આ માટે તમારે થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે. તમે પ્લે સ્ટોર પરથી ઇન્ટરનેટ સ્પીડ મીટર એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. તમે એપ્લિકેશનની સમીક્ષા અને રેટિંગને ડાઉનલોડ અને જોઈ શકો છો. હવે તમે તેનાથી ઇન્ટરનેટની ગતિ ચકાસી શકો છો.



ફોનમાં આવી રીતે વધારો ઈન્ટરનેટની સ્પીડ

ફોન રીસ્ટાર્ટ કરો

જો ફોનમાં ઈન્ટરનેટ ધીમુ ચાલી રહ્યુ છે તો તેમા માટે સૌથી પહેલા તમે ફોનને રીસ્ટાર્ટ કરો. એવુ કરવાથી મોબાઈલ નેટવર્કને બીજીવાર સર્ચ કરે છે અને તેની ડેટા સ્પીડ વધારે છે. જો તમે ફોન ઓફ ન કરવા માંગતા હોય તો ટેડાને એકવાર બંધ કરી ફરીથી ઓન કરો.




ફલાઈટ મોડ ઓફ/ ઓન જો તમે ફોનને ઓફ કર્યા વગર ઈન્ટરનેટની સ્પીડ વધારવા માંગો છો તો તે માટે તમે ફોન ફ્લાઈટ મોડમા કરી હચટાવી શકો છો તેનાથી પણ સ્પીડમાં સૂધારો આવે છે.



યૂઝ ડેટા ચેક કરો

કેટલીકવાર પ્રીપેડ પ્લાન્સમાં ડેયલી ડેટા લિમિટ પુરી થવા પર પણ ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈ જાય છે. એટલા માટે ઈન્ટરનેટ સ્લો થવા પર પોતાના ફોનમાં ડેટા યૂઝ જરૂર ચેક કરી લો.




ઑટો ડાઉનલોડ અપડેટ્સને ડિસેબલ કરો

જો તમારા ફોનમાં હજુ પણ ઈન્ટરનેટ સ્લો ચાલી રહ્યું છે તો બની શકે છે કે તમારા ફોનમાં એપ્સને અપડેટ કરવા માટે પ્લે સ્ટેર પર ઑટો અપડેટ ઓપ્શન ઓન હોય. જેથી કેટલોક ડેટા વપરાઈ જાય છે. અને ઈન્ટરનેટની સ્પીડ પણ ઓછી થઈ જાય છે. જેથી ઑટો અપડેટ બંધ કરી દો.



ફોનની નેટવર્ક સ્પીડ બદલો

કેટલીક વાર ફોનની સેટીંગ્સમાં છેડછાળ કરવા પર પણ ઈન્ટરનેટની સ્પીડ ઓછી વધારે થાય છે. તે માટે ઈન્ટરનેટની સ્પીડ ઓછી થવા પર ફોનમાં ઈન્ટરનેટની સ્પીડને એકવાર બદલીને જોઈ લો.
Comments