share this

Monday, March 1, 2021

સામાન વિના મુસાફરી કરતા પેસેન્જર્સને એરલાઈન્સ ટિકિટની કિંમત પર છૂટ આપી શકશે


ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઘરેલુ હવાઈ મુસાફરોને સારા સમાચાર આપ્યા છે. DGCAએ કહ્યું કે, ડોમેસ્ટિક એરલાઈન્સ વસ્તુ વગર મુસાફરી કરનારા પેસેન્જરોને ટિકિટની કિંમત પર છૂટ આપી શકે છે. DGCAએ નોટિફિકેશન દ્વારા વિવિધ સર્વિસિસ અને ફી માટે ગાઈડલાઈન જાહેર કરી છે.


કેબિન બેગ લઈને મુસાફરી કરતા લોકોને પણ ફાયદો થશે


DGCA દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનના અનુસાર, જે પેસેન્જર વસ્તુ વગર અથવા માત્ર કેબિન બેગની સાથે મુસાફરી કરશે તો તેને એરલાઈન્સ સસ્તી ટિકિટ ઓફર કરી શકે છે. આ વસ્તુની જાહેરાત ટિકિટ બુકિંગના સમયે કરવામાં આવશે. જો કે, કેબિન બેગનું વજન નક્કી કરેલી મર્યાદાથી વધુ ન હોવું જોઈએ. વર્તમાન સમયમાં એક પેસેન્જર 7 કિલો વજનની કેબિન બેગ અને 15 કિલો વજનની ચેક-ઈન બેગ લઈ જઈ શકે છે. તે ઉપરાંત વધારાના વજન માટે પ્રતિ કિલોના દરે ચાર્જ લેવામાં આવે છે.


બેઝિક ભાડું સસ્તું થવાની સંભાવના


નોટિફિકેશનમાં DGCAએ ફીડબેકના આધારે જણાવ્યું કે, ટિકિટમાં સામેલ કરવામાં આવેલી અનેક સેવાઓની મુસાફરી દરમિયાન મુસાફરોને કોઈ જરૂર હોતી નથી. જો સર્વિસિસ અને ચાર્જિસને અલગ કરવામાં આવે છે તો તેનું બેઝિક ભાડું સસ્તું થવાની સંભાવના છે. તે ઉપરાંત મુસાફરોને અન્ય સર્વિસિસ પસંદ કરવાનો ઓપ્શન મળશે.


આ ચાર્જ બેઝ ફેરથી અલગ હશે


  • પ્રેફરેન્શિયલ સીટિંગ (મુસાફરોની પસંદની સીટ) ચાર્જ.
  • પાણી સિવાય સ્નેક, ફૂડ અને ડ્રિંક ચાર્જ.
  • એરલાઈન્સ લાઉન્જનો ઉપયોગ કરવાનો ચાર્જ.
  • સ્પોર્ટ્સ ઈક્વિપમેન્ટ ચાર્જિસ.
  • મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ કેરિજ
  • કિંમતી બેગ માટે ખાસ ફી (વધારે યુનિટ માટે પરવાનગી)
  • ચેક-ઈન બેગેજ ચાર્જ. એરલાઈનની બેગેજ પોલિસી અંતર્ગત કોઈ વસ્તુ ન હોવાથી શિડ્યુઅલ એરલાઈન્સને ફ્રી બેગેજ ઓફર આપવી પડશે.
  • મુસાફરો તેમની સુવિધા પ્રમાણે બેઝ ફેરની સાથે તેમાંથી કોઈપણ સુવિધા લઈ શકે છે.

Comments