share this

Monday, March 1, 2021

2025 સુધીમાં એપલ કાર લોન્ચ થઈ શકે છે


હ્યુન્ડાઈ મોટરે થોડા સમય પહેલાં પોતાની સહયોગી કંપની કિઆ મોટર્સ સાથે કહ્યું હતું કે તે ઈલેક્ટ્રિક કાર પ્રોજેક્ટ માટે એપલ સાથે વાચચીત નથી કરી રહી, પરંતુ તાજેતરમાં જ એક સાઉથ કોરિયન ન્યૂઝ સાઈટે દાવો કર્યો છે કે એપલ સાથે કિઆની પાર્ટનરશિપ હજુ પણ સંભવ છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે એપલ સાથેની કંપનીની વાતચીત રદ્દ નથી થઈ.


સાઉથ કોરિયન વેબસાઈટ ચોસુન બિઝે તેના રિપોર્ટમાં કહ્યું કે, એપલ અને કિઆએ ગત વર્ષે એક MOU સાઈન કર્યો છે. તેમાં ઈલેક્ટ્રિક વ્હીકલ સહિત 8 ક્ષેત્રે પાર્ટનરશિપને આગળ વધારવા માટે સંમતિ થઈ છે.


રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, જો ઈલેક્ટ્રિક વ્હીકલ પર વાતચીત રદ્દ થઈ પણ જાય છે તો અન્ય ઘણી વસ્તુ પર કરાર યથાવત રહેશે. આ સિવાય કિઆ અને એપલ ‘લાસ્ટ માઈલ’ મોબિલિટીમાં પાર્ટનરશિપ પર પણ ચર્ચા કરી રહ્યા છે, જે કિઆના ઈલેક્ટ્રિક સ્કૂટર સાથે જોડાયેલી છે.


એપલની પ્રથમ ઈલેક્ટ્રિક કાર હ્યુન્ડાઈના પ્લેટફોર્મ પર તૈયાર થશે.


રિપોર્ટ પ્રમાણે, એપલની ઈલેક્ટ્રિક કારને હ્યુન્ડાઈના ઈલેક્ટ્રિક વ્હીકલ પ્લેટફોર્મ પર ડેવલપ કરવામાં આવી શકે છે. બેઝિક મોડેલમાં જનરલ મોટર્સ અને યુરોપીય મેન્યુફેક્ચરર PSA સાથે મળી નવા વાહનો ડેવલપ કરવામાં આવી શકે છે.


2025 સુધી માર્કેટમાં લોન્ચ થશે એપલ કાર


સિક્યોરિટીઝ એનાલિસ્ટ મિંગ શી કુઓના જણાવ્યા પ્રમાણે, વર્તમાન વાહન નિર્માતા (હ્યુન્ડાઈ ગ્રુપ, જનરલ મોટર્સ અને PSA) સાથે એપલની પાર્ટનરશિપ છે. આ કંપની પાસે મોટા ડેવલપમેન્ટ, પ્રોડક્શન અને યોગ્યતાનો અનુભવ છે. તેને લીધે એપલ કાર ખૂબ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવી શકે છે. કુઓનું માનવું છે કે 2025 સુધમાં એપલ કાર લોન્ચ થઈ શકે છે.


ઘણાં એડવાન્સ ફીચર્સ મળશે


રિપોર્ટ પ્રમાણે, એપલ પોતાની કારમાં LiDAR ટેક્નોલોજી સામેલ કરી શકે છે, જે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ફંક્શન્સમાં ચોકસાઈ આપશે. વ્હીકલમાં A બાયોનિક પ્રોસેસર પર બેઝ્ડ C1 ચિપનો ઉપયોગ કરવામાં આવી શકે છે. તેનાથી આઈ ટ્રેકિંગ જેવી ઈન કેબિન AI સુવિધાઓ આપવામાં આવી શકે છે.

Comments