share this

Saturday, February 27, 2021

ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયો, જાણો 4 મહાનગરોમાં કેટલા વાગ્યા સુધી બહાર રહી શકાશે


રાજયમા કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રણમા લેવા માટે રાજય સરકાર દ્વાર આ નિર્ણય કરાયો છે. ત્યારે કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજ્યના ચાર મહાનગરમાં કેસોમાં વધારાના કારણે રાત્રી કર્ફ્યૂ 15 દિવસ માટે લંબાવ્યો છે. જે અંગે રાજય સરકારે નિર્ણય લીધો છે. 


મુખ્યમંત્રી વિજય રૂપાણીના અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષે યોજાયેલ કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે. રાજયના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું કે, કોરોનાના સંક્રમણને રોકવા રાજયમાં સર્વેલન્સ અને ધનવંતરી રથની કામગીરી સધન બનાવવમાં આવશે. વધતા જતાં સંક્રમણ માટે મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે. બોર્ડર એરીયા પર સ્ક્રિનિંગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ કોવિડ વેક્સીનેશન કામગીરીની સમીક્ષા કરી વેક્સીનેશન ઝડપથી પૂર્ણ થાય તે અંગે સૂચનાઓ આપવામા આવી છે.  


  • આગામી 15 દિવસ સુધી રાત્રી કર્ફ્યૂ લંબાવાનો નિર્ણય
  • રાજ્યની કોરોનાની સ્થિતિની બેઠકમાં થઈ હતી સમીક્ષા
  • 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ આગામી 15 દિવસ યથાવત
  • રાતે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે રાત્રી કર્ફ્યૂ
  • અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ યથાવત
  • રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને રાખીને નિર્ણય

Comments