share this

Sunday, February 28, 2021

ઘરેલું ગેસ-સિલિન્ડરનાં ભાવમાં 25 રૂપિયાનો વધારો


સરકારી તેલ કંપનીઓએ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. 14.2 કિલોગ્રામ એટલે કે સબસિડી વગરના સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયા વધાર્યા છે. દિલ્હીમાં સબસિડી વગરનાં LPG સિલિન્ડર હવે 25 રૂપિયા મોંઘા થઈને 819 રૂપિયા થઇ ગયા છે.પહેલાં તેની કિંમત 794 રૂપિયા હતી. 2021માં રસોઈ ગેસ સિલિન્ડર 125 રૂપિયા મોંઘા થયા છે. 1 જાન્યુઆરીએ તેની કિંમત 694 રૂપિયા હતી હવે તે 819 રૂપિયા છે.


ફેબ્રુઆરીમાં ત્રીજી વખત સિલિન્ડર મોંઘાં થયાં


ફેબ્રુઆરી મહિનામાં 3 વખત ગેસ-સિલિન્ડરની કિંમત વધી છે. સરકારે 4 ફેબ્રુઆરીએ LPGની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યાર બાદ 15 ફેબ્રુઆરીએ ફરી એક વખત સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધારી હતી. અને હવે એમાં ત્રીજી વખત ફરીથી 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.


ડિસેમ્બરમાં પણ બે વખત ભાવ વધ્યા હતા


જાન્યુઆરીમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPGની કિંમતમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. જોકે ડિસેમ્બરમાં બે વખત 50-50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ સબસિડી વગરના 14.2 કિલોગ્રામનાં ગેસ-સિલિન્ડરની કિંમતમાં વધારો નહોતો થયો, પરંતુ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 191 રૂપિયાનો વધારો થયો હતો.


સરકાર 12 ગેસ-સિલિન્ડર પર સબસિડી આપે છે


સરકાર એક વર્ષમાં પ્રત્યેક ગેસ-કનેક્શન માટે 14.2 કિલોગ્રામમાં 12 સિલિન્ડર પર સબસિડી આપે છે. ગ્રાહકને દરેક સિલિન્ડર પર સબસિડી સહિત કિંમત ચૂકવવી પડે છે. બાદમાં સબસિડીના પૈસા ખાતામાં જમા થઈ જાય છે. જો ગ્રાહક એનાથી વધારે સિલિન્ડર લેવા માગે છે તો તેને માર્કેટની કિંમત પર ખરીદવા પડે છે.


ઓઈલ કંપનીઓ દર મહિને LPG સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. એમાં વધારો અથવા ઘટાડો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત અને અમેરિકન ડોલરના એક્સચેન્જ રેટ પર નિર્ભર કરે છે.


પેટ્રોલ-ડીઝલ પણ જનતાની મુશ્કેલી વધારી રહ્યા છે


ફેબ્રુઆરીમાં અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 15 વખત વધારો થયો છે. આ દરમિયાન દિલ્હીમાં પેટ્રોલ 4.38 રૂપિયા અને ડીઝલ 4.59 રૂપિયા મોંઘું થયું છે. અગાઉ જાન્યુઆરીમાં રેટ 10 વખત વધ્યા. આ દરમિયાન પેટ્રોલની કિંમતમાં 2.59 રૂપિયા અને ડીઝલમાં 2.61 રૂપિયાનો વધારો થયો હતો તેમજ જો 2021ની વાત કરીએ તો આ વર્ષે અત્યારસુધીમાં પેટ્રોલ 7.12 રૂપિયા અને ડીઝલ 7.45 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. લિટર મોંઘું થયું છે.

Comments